શુભ દીપાવલી ૨૦૨૬
About this event
શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન પ્રસંગ ૦૭.૧૧.૨૦૨૬, શનિવાર- ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ
જેમ ફળમાં કેરી, નાસ્તામાં ગાંઠીયા-જલેબી, સમાજમાં "ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ" એમ તહેવારો માં દિવાળી અને સથવારામાં તમે પોતે. આ બધી શ્રેષ્ઠ વસ્તુઓ જ્યાં સાથે મળે ત્યાં કેવો જલસો પડે? બસ તો એવો જ જલસો કરવાં આપણે સૌ તા. ૦૭.૧૧.૨૦૨૬ શનિવારના રોજ દિવાળી અને નવા વર્ષને વધાવીશું. ગુજરાતી નવું વર્ષ ઊજવવા માટે ફક્ત ગુજરાતી મિત્રો માટે જ વળી પાછું નાનકડું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો બધાં સાથે મળીએ. રમીએ, નાચીએ, કુદિએ અને મોજ કરીએ.
સામાન્ય રીતે પહેરતાં હો એના કરતાં એક સાઇઝ મોટો ઝબ્બો પહેરીને આવજો કારણ કે આપણું ધ્યાન જોરદાર ભોજન પર છે. ઘરે થી ફક્ત ઉત્સાહ લઈને આવજો.
ખાસતો આપને અથવા આપના બાળકને કોઈ પ્રસ્તુતિ કરવી હોય અને/અથવાં કોઇ પરફોર્મન્સમાં ભાગ લેવો હોય તો તાત્કાલિક જણાવશો. ખભેખભો મેળવીને કામ કરીશું તો વધું આનંદ આવશે. વિવિધ કામોમાં તમારા સહકારની પણ જરુર છે જ. તો આપનાથી કોઇ સેવા થઈ શકે તો સમ્પર્ક કરી ને બને એટલો સહકાર આપશો. અહિં આપણે સૌ આયોજકો જ છીએ. ગત પ્રસંગ માંથી જમા રાશિ ને અનુલક્ષી આપણે આ પ્રસંગ માં ફાળો ફક્ત ૧૦ યુરો રાખેલ છે.
સ્થળ, સમય અને અન્ય વિગતો નીચે આપેલ છે. કહેવાની જરુર ખરી કે મર્યાદિત લોકોનો સમાવેશ જ થઈ શકે તેમ હોય સત્વરે આપનું નામ નોંધાવશો.
કાર્યક્રમ:
========
15:00 -16:00 રજિસ્ટ્રેશન અને ચા નાસ્તો (17:00 વાગ્યા પછી પ્રવેશ મળશે નહિં.)
16:00 – 18:15 જલ્સા
18:15 – 19:00 જમવાનું
19:00 – 20:00 પાછાં જલ્સા
20:00 – 21:45 મોજ- એ – દરિયા
ઇ-મેઇલ: event@gujaratisamaj.de
આવો તો સાજણ છુંદણાંનો મોર કરી રાખું,
જીવતરના વગડામાં આવી મળો જો તમે,
શબરીનાં બોર જેમ ચાખું, છુંદણાનો મોર...
તમારી પ્રતિક્ષામાં, ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ
Location
Organized by
A home for Gujarati culture in Stuttgart
Tags
- Not allowed Bookings cannot be cancelled.
- Not allowed Attendee details cannot be changed after booking.
- Not allowed Tickets cannot be transferred to someone else.
0 Reviews
Ticket Types
ફાળો
availableબાળકો <= ૬ વર્ષ
availableNo account needed. Sign In
More Events Like This
Other events in Cultural
SKS Weihnachtsparty
🎉 Grand Celebration 2026 – Heilbronn Kannada Balaga e.V.
Heilbronn Kannada Balaga E.V.